આજે સુરેન્દ્રનગરના વણા અને મૂળીના કુંતલપુર ગામે ખેડૂત સભા યોજાશે મોરબી : જેતપર ખાતે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી અંતર્ગત ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓને લઈને આંદોલન ચાલી રહ્યું છે. જેમાં આજે તારીખ 26/07/2026 ના રોજ ખરેડા અને વાંકડા ગામના 23 ખેડૂત ભાઈઓ તેમજ બહેનો પ્રતીક ઉપવાસ પર બેઠાછે. ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટે ગુજરાતના ખૂણે-ખૂણેથી ખેડૂતો આગળ આવી રહ્યા છે અને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.આ ઉપરાંત આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે આજે વિશેષ લોકજાગૃતિ સભાઓનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે સાંજે 4 વાગ્યે સુરેન્દ્રનગરના વણા ગામે અને રાત્રે 8:30 વાગ્યે મૂળી તાલુકાના કુંતલપુર ગામે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી દ્વારા ખેડૂત સભા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે.#GujaratKhedutSatyagraha #FarmerProtest #Surendranagar #Muli #KhedutSabha #MorbiUpdate #FarmerRights #GujaratNews