8 બહેનો અને 12 ભાઈઓ સહિત કુલ 450 ખેડૂતોની ઉપસ્થિતિમાં ધૂન બોલાવી વિરોધ પ્રદર્શનમોરબી અપડેટ : ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલન અન્વયે ગુજરાત સત્યાગ્રહ છાવણી જેતપર ખાતે ખેડૂતો દ્વારા વિરોધ ચાલી રહ્યો છે. આજે તારીખ 04/08/2026 ના રોજ અણિયારી અને રાપર ગામના ખેડૂતો આ સત્યાગ્રહમાં જોડાયા હતા.આજના દિવસે અણિયારી અને રાપર ગામના 8 ખેડૂત બહેનો અને 12 ખેડૂત ભાઈઓ પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. આ વિરોધ પ્રદર્શન અને પ્રતીક ઉપવાસને ટેકો આપવા 450 જેટલા લોકોની ઉપસ્થિતિ રહી હતી. સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત ખેડૂતો દ્વારા સરકાર સામે વિરોધ પ્રગટ કરવા માટે ધૂન બોલાવવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #GujaratSatyagraha #FarmerProtest #Aniyari #Rapar #GujaratFarmers #Monsoon2026 #MorbiNews