આજે રાત્રે યોજાનાર કાર્યક્રમમાં ફેરફાર, લોકગાયિકા વેનીશા પટેલ જમાવશે ડાયરાની રમઝટમોરબી : જેતપર ખેડૂત ઉપવાસ છાવણી દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. જે મુજબ, આજે રાત્રે યોજાનાર ગુરનામ સિંહ ચઢૂનીનો કાર્યક્રમ અનિવાર્ય કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો છે.આ કાર્યક્રમના સ્થાને હવે આજે રાત્રે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકપ્રિય લોકગાયિકા વેનીશા પટેલ પોતાની રજૂઆત કરશે અને લોકોને મનોરંજન પૂરું પાડશે.જેતપર ખેડૂત ઉપવાસ છાવણી દ્વારા તમામ ખેડૂત મિત્રો અને સમર્થકોને આ ફેરફારની નોંધ લઈ સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે. આ સાથે 'સંગઠિત સમાજ ક્યારેય પરાજિત થતો નથી' તેવો પ્રેરક સંદેશ પણ પાઠવવામાં આવ્યો છે.#Jetpar #KhedutUpvasChhavni #GurnamSinghCharuni #VenishaPatel #LokDayro #MorbiUpdate #MorbiNews