આજે સવારથી ઉપવાસ શરૂ કરનાર મહેશભાઈ ચતુરભાઈ મારવાણીયાની તબિયત બગડીમોરબી : મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલનના આજે 13માં દિવસે વધુ એક ઉપવાસી ખેડૂતની તબિયત લથડી છે. હાલ તેઓને જેતપર ખાતે આવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેતપરમાં વીજલાઈનના વળતરને લઈને ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં ગામે ગામથી ખેડૂતો આવીને ઉપવાસીઓનો જુસ્સો વધારી લડતને સમર્થન આપી રહ્યા છે. ગઈકાલ સુધી આ ઉપવાસ આંદોલનમાં 9 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા, જેમાં આજે 13માં દિવસે સવારે વધુ 2 ખેડૂતો જોડાયા હતા. આજે સવારથી ઉપવાસ ઉપર બેઠેલા ખેડૂત મહેશભાઈ ચતુરભાઈ મારવાણીયા (ગામ વાકિયા)ની તબિયત અત્યારે રાત્રીના સમયે ઓચિંતી લથડી હતી. જેથી તેમને તુરંત 108 મારફત જેતપર ખાતેની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હાલ તેની સારવાર ચાલુ છે.