વધુ એક ખેડૂત પણ આમરણાંત ઉપવાસમાં જોડાયા, હવે કુલ 6 લોકો ઉપવાસ ઉપરમોરબી : જેતપર ખાતે ખેડૂતો દ્વારા વીજલાઈનના વળતરને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ઉપવાસ છાવણીમાં અન્નનો ત્યાગ કરીને આંદોલન કરી રહેલા ખેડૂત રામજીભાઈ વિડજાની આજે સવારે તબિયત બગડતા તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે તેમને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ જરૂરી રિપોર્ટ કર્યા હતા અને બાટલા ચડાવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર કરાવ્યા પછી તરત જ રામજીભાઈ વિડજા ફરી ઉપવાસી છાવણીમાં બેસી ગયા છે. નોંધનીય છે કે, રામજીભાઈ વિડજા પાસે 6 વીઘા જમીન છે અને વીજ થાંભલાના કારણે 100-100 ફૂટનો ગાળો ગણવામાં આવે તો 3 વીઘા જમીન તેમાં જતી રહે છે. અહીં અત્યાર સુધી 5 વ્યક્તિઓ અનશન ઉપર બેઠા હતા. તેમાં આજે છઠ્ઠા વ્યક્તિ પણ જોડાયા છે. આ છઠ્ઠા વ્યક્તિનું નામ નિલેશભાઈ પ્રાણજીવનભાઈ અઘારા છે. તેઓ પણ અનશન ઉપર ઉતરીને આજે ઉપવાસી છાવણીમાં બેઠા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Jetpar #KhedutAndolan #FarmersProtest #GujaratFarmers #SaveFarmers