છાવણી પાસે જગ્યા ન હોવાથી એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ CHC જેતપર ખાતે તૈનાત, ત્યાંથી જરૂર પડ્યે ટિમ 2 મિનિટમાં પહોંચી શકે તેવી વ્યવસ્થા : આરોગ્ય અધિકારીમોરબી : મોરબી તાલુકાના જેતપર બસ સ્ટેશન પાસે ખેડૂતો દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને લોકશાહી ઢબે શાંતિપૂર્ણ રીતે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ છે. આ ઉપવાસ આંદોલનની છાવણીને આજે 4 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન એવા આક્ષેપો થઈ રહ્યા છે કે જિલ્લા આરોગ્ય અધિકારીનો ઓર્ડર હોવા છતાં ઉપવાસ છાવણી ખાતે એમ્બ્યુલન્સ તેમજ મેડિકલ ટીમ ગેરહાજર છે.જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ કર્યો હતો ઓર્ડરમળતી વિગતો મુજબ, મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા તારીખ 18/06/2026 ના રોજ આદેશ કરવામાં આવ્યો હતો કે, આંદોલન દરમિયાન આકસ્મિક કે પ્રાથમિક સારવારની વ્યવસ્થાના ભાગરૂપે ઈમરજન્સી મેડિકલ ટીમની વ્યવસ્થા કરવાની રહેશે.મેડિકલ ટિમ છાવણી સ્થળે ગેરહાજર હોવા અંગે જિલ્લા આરોગ્ય અધિકારીની સ્પષ્ટતાઆ આક્ષેપો અંગે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 'હાલ હું રજા પર છું, પરંતુ ત્યાં એક મેડિકલ ટીમની ફાળવણી કરી દેવામાં આવી છે. આંદોલન સ્થળે જગ્યા ન હોવાના કારણે અને બધી એમ્બ્યુલન્સો 108ને આપી દીધી હોવાથી, 108 એમ્બ્યુલન્સ પણ જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે જ ફાળવવામાં આવી છે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપવાસ છાવણીથી માત્ર 2 મિનિટ દૂર આવેલું છે. જેથી જ્યારે પણ કોઈ જરૂરિયાત કે ઈમરજન્સી ઊભી થાય, ત્યારે માત્ર 2 મિનિટમાં જ મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે તેવી પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.'#Morbi #Jetpar #MorbiNews #FarmersProtest #MorbiUpdate #HealthDepartment #108Ambulance #EmergencyMedicalTeam