જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં લાલપર સબ સ્ટેશનના ડેપ્યુટી એન્જિનિયર વિજેતા બન્યા મોરબી : ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલા ખેલમહાકુંભની બેડમિન્ટન સ્પર્ધામાં લાલપર 220 કેવી સબ સ્ટેશનના ડેપ્યુટી એન્જિનિયર ઉદયકુમાર આદેશરાએ પ્રતિસ્પર્ધીઓને ઝટકો આપી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે.ખેલમહાકુંભ અંતર્ગત હાલ સ્કાય બેડમિન્ટન એકેડમીમાં જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જેટકો લાલપર 220 કેવી સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ડેપ્યુટી એન્જિનિયર ઉદયકુમાર આદેશરાએ 40 પ્લસ કેટેગરીની બેડમિન્ટન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ સિંગ્લસ અને ડબલ્સમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને મોરબી જેટકોનું ગૌરવ વધાર્યું છે.