મોરબી : ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જેલ હવાલે થયેલા અજંતા ઓરેવા કંપનીના મેનજિંગ ડિરેક્ટર જયસુખ પટેલને કાચા કામના કેદી તરીકે જેલ મેન્યુઅલ પ્રમાણે સુવિધાઓ મળશે જે અન્વયે ગઈકાલે જેલવાસના પ્રથમ દિવસે ઘરનું ટિફિન મંગાવી ભોજન કર્યું હોવાની વિગતો સાંપડી રહી છે. ઝૂલતાપૂલ દુર્ઘટના કેસમાં હાલ જેલહવાલે થયેલાં ઓરવા કંપનીના એમડી જયસુખ પટેલને મોરબીની સલ જેલમાં અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. તેમની સાથે ઝૂલતાપૂલ કેસના અન્ય એકાદ બે આરોપીને પણ સાથે રાખી શકે છે . ઉપરાંત તેમને ગાદલા-ગોદડા અને ઓશિકા આપવામાં આવ્યા છે. તેમજ ઘરેથી ભોજન પણ મળવાનું શરૂ થયું છે. આ ઉપરાંત પુસ્તકો, કપડાં સુવિધા પણ ઘરેથી મેળવી શકશે તેમજ ન્યૂઝપેપર પણ વાચવા જેવી સુવિધાઓ પણ નિયમ મુજબ મળી શકશે તેવું જેલના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.