મોરબી : શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહાઅભિયાન અંતર્ગત મોરબીમાં શનાળા રોડ પર અજંતા બંગલો ખાતે આવેલા આરએસએસના જિલ્લા મધ્યસ્થ કાર્યાલયે પુજીત અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું.સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જયંતીભાઈ ભાડેસીયાએ સહપરિવાર સાથે કાર્યાલયે આવીને ભારતમાતાનું તથા શ્રી રામ ભગવાનનું તથા અયોઘ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું પુજન કર્યું હતું. જવાબદાર વ્યક્તિઓ સાથે બેઠક કરી અભિયાનના આયોજન વિશેની વિસ્તૃત માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.