મોરબી : મોરબીના વરિયા માતાજી મંદિરે બિરાજમાન રામ દરબારના સ્થાનકે આગામી તા.22મીએ દીપમાળા, મહાઆરતી અને અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર ભારતભરમાં આગામી તા.22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે જનજનના હૈયામાં એક અનેરો ઉત્સાહ છવાયો છે અને આ ઉત્સવને ઉજવવા ઠેરઠેર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે મોરબીના વરિયા માતાજી મંદિર, સો -ઓરડી, વરીયા નગર મુકામે બિરાજમાન પ્રભુશ્રી રામ દરબારના સ્થાનકે પણ બપોરે 11:30 થી 1:00 કલાક દરમ્યાન દીપમાળા, મહાઆરતી અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે સર્વે ભાવિકભક્તોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.