મોરબી : વિશ્વ પુસ્તક દિવસના રોજ યુવાઓમાં વાંચન અને લાઈબ્રેરી પ્રત્યે ફરી રસ જગાડવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે તારીખ 23 એપ્રિલે સાંજે 5 થી 7 વાગ્યા સધી મોરબીના કેસરબાગ ખાતે જય વસાવડાના વક્તવ્યનો કાર્યક્રમ યોજાશે.મોરબી મહાનગરપાલિકા દ્વારા વાંચવું એટલે જગત જીતવું ! વિષય પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા લેખક અને વક્તા જય વસાવડા ઉપસ્થિત રહેશે અને જ્ઞાન અને પ્રેરણાત્મક વાતો કરી પુસ્તકની મહત્વત્તા સમજાવશે. તો આ કાર્યક્રમમાં વાંચનપ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવાયું છે.