હળવદના રાણેકપર ગામના ઉપસરપંચનું સભ્ય પદ રદ કરતા તાલુકા વિકાસ અધિકારીહળવદ : થોડા સમય પહેલા હળવદ તાલુકાના રાણેકપર ગામના ઉપસરપંચને હોદા પરથી દૂર કરવામાં આવ્યા હતા. જો કે આજે તાલુકા વિકાસ અધિકારીએ દારૂના કેસમાં ઝડપાયેલ ઉપ સરપંચ રહેલા સભ્યનું સભ્યપદ રદ કરી દીધુ હતું.હળવદ તાલુકાના રાણેકપર ગામે થોડા મહિનાઓ પહેલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી સરપંચને હોદા પરથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપ સરપંચ તરીકે રહેલ નવઘણભાઈ ઉડેચા એ સરપંચનો ચાર્જ સંભાળ્યો હતો.જોકે તેઓ દારૂના ગુનામાં સંડોવાયેલા હોય જેથી તેઓને પણ હોદ્દા પરથી મોકુફ કરવામાં આવ્યા હતા.આજે હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવે દારૂના ગુનામાં ઝડપાયેલા હોય અને નવઘણભાઈ પર ગુનો સાબિત પણ થયેલો હોય જેથી તેઓને ગ્રામ પંચાયતના સભ્ય પદેથી દૂર કરી દીધા હતા.