ટંકારા : ટંકારા તાલુકાના હોમગાર્ડમા ૨૭ વર્ષથી પોલીસ સાથે ખંભે ખંભો મિલાવી ફરજ બજાવતા અરૂણભાઈ એન.પરમાર ને કમાન્ડીગ ઈન્ચાર્જ તરીકે નિમણૂક.કરવામાં આવી છે.હોમગાર્ડસ મા માનદ સેવા આપી રહેલા તેમજ ઈમરજન્સી બંદોબસ્ત, ૨૬ જાન્યુયારી , ૧૫ મી ઓગસ્ટ જેવા રાષ્ટીય પર્વની પરેડ સાથે ૨૧ જુન યોગા દિન નિમીતે પણ જેમની કામગીરી બિરદાવવા લાયક છે.આ સેવાઓને ધ્યાને લઈને તેમની ટંકારા હોમગાર્ડસ યૂનીટમા ઈન્ચાજૅ કમાન્ડીંગ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.જે બદલ ટંકારા પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડના મિત્રોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.