મોરબી: મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાને કારણે સુન્ની મુસ્લિમ બિરાદરોનું આવતીકાલ સોમવારે જશ્ને ઈદ ગૌષે આઝમ કા જુલૂસ રદ કરાયું છે. જ્યારે આવતીકાલે સોમવારે ગૌષે આઝમ કી બારગાહ અને ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકો માટે ઈસાલે સવાબ કી મહેફિલ સવારે 9:30 થી 10:30 દરમિયાન ખુરેશી જમાતખાના, મતવાવાસ, મોરબી ખાતે રાખવામાં આવી છે. જેમાં તમામ સુન્ની મુસ્લિમ બિરાદરોને ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. આ તકે તમામ સુન્ની મુસ્લિમ બિરાદરો મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ મૃતકોને પાંચ મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવશે.