હળવદ : શિવપુરમા ગામી પરિવારની લાડલી અને ઉમા કન્યા સ્કૂલમાં ભણતી જાનવીબેન સંજયભાઈ ગામીએ ધો.10 એસએસસી બોર્ડની પરીક્ષામાં ઉજ્જવળ પરિણામ મેળવ્યું છે.ગામી પરિવારની આ પ્રેમાળ પુત્રીના નટખટ સ્વભાવથી આખો પરિવાર હર્યાભર્યા અને સુખી રહેતો હોય આવા હેતાળ સ્વભાવની સાથે પુત્રી ભણવામાં શરુઆતથી જ તેજસ્વી હોય અને ત્યારે તમામ વિધાર્થીઓના કેરિયર માટે મહત્વની ગણાતી ધો.10ની પરીક્ષાના પરિણામમાં 98.82 પીઆર સાથે ટોપ લેવલનું સ્થાન મેળવતા ગામી પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો છે.વ્હાલના દરિયા સમાન આ દીકરીએ તનતોડ મહેનત કરી પરિવાર અને સ્કૂલ તેમજ શિવપુરનુ નામ રોશન કર્યું છે.