મોરબી : આજે તા. 12 જાન્યુઆરી, 2024ને શુક્રવારે ભારતમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસે તેમની યાદમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાય છે. તેમજ 12 જાન્યુઆરીની તારીખે ભૂતકાળમાં અનેક મહત્વની ઘટનાઓ બની છે. અને પ્રખ્યાત વ્યક્તિઓના જન્મ અને અવસાન થયા છે. આજે ગુજરાતી પંચાંગ પ્રમાણે વિક્રમ સંવંત 2080, પોષ માસની એકમની તિથિ છે.મહત્વની ઘટનાઓ1708 – શાહુ જીને મરાઠા શાસકનો તાજ પહેરાવામાં આવ્યો હતો.1757 – બ્રિટને પોર્ટુગલ પાસેથી પશ્ચિમ બંગાળનો બંદેલ પ્રાંત કબજે કર્યો.1866 – લંડનમાં રોયલ એરોનોટિકલ સોસાયટીની રચના થઈ.1908 – પેરિસમાં આવેલા ઍફિલ ટાવર પરથી પહેલી વખત લાંબા અંતરના વાયરલેસ સંદેશાઓ મોકલવામાં આવ્યા.1924 – ગોપીનાથ સાહાએ ભૂલથી એક માણસને કોલકાતાના પોલીસ કમિશનર ચાર્લ્સ ઓગસ્ટસ ટેગાર્ટ સમજીને મારી નાખ્યો. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.1934 – ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારી સૂર્ય સેનને ચટગાંવમાં ફાંસી આપવામાં આવી. તેમણે ભારતીય રિપબ્લિકન આર્મીની સ્થાપના કરી અને ચટગાંવ વિદ્રોહનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું.1948 – મહાત્મા ગાંધીએ છેલ્લું ભાષણ કર્યું અને સાંપ્રદાયિક હુલ્લડોના વિરુદ્ધમાં ઉપવાસમાં બેસવાનો નિર્ણય કર્યો.1950- આઝાદી મેળવ્યા બાદ 12 જાન્યુઆરી, 1950 ના રોજ, ‘સંયુક્ત પ્રાંત’નું નામ બદલીને ‘ઉત્તર પ્રદેશ’ કરવામાં આવ્યું.1984 – સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે, દર વર્ષે દેશમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ ઉજવવાની ઘોષણા કરવામાં આવી.1991 – અમેરિકાની સંસદે કુવૈતમાં ઇરાક સામે લશ્કરી કાર્યવાહીને મંજૂરી આપી.2001 – ઇન્ડોનેશિયા-રશિયા-ચીન સંધિનો ભારતે ઇનકાર કર્યો, નાઇફ નદી પર ડેમ બનાવવાની યોજનાને કારણે બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર તણાવ પછી સૈનિકો તૈનાત.2002 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફે રાષ્ટ્રને ઐતિહાસિક સંદેશો પ્રસારિત કર્યો, પાકિસ્તાને આતંકવાદી સંગઠનો લશ્કર અને જૈશ પર પ્રતિબંધ લાગુ કરવાની જાહેરાત કરી જ્યારે વોન્ટેડ પાક ગુનેગારો ભારતને સોંપવાનો ઇનકાર કર્યો.2003 – ભારતીય મૂળની મહિલા લિન્ડા બાબુલાલ ત્રિનિદાદની સંસદના સ્પીકર બન્યા.2004 – વિશ્વના સૌથી મોટા દરિયાઇ જહાજ – આરએમએસ ક્વીન મેરી-2 એ તેની પ્રથમ સફર શરૂ કરે છે.2006 – ભારત અને ચીને હાઇડ્રોકાર્બન પર એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.2007 – હિન્દી ફિલ્મ ‘રંગ દે બસંતી’ બાફ્ટા માટે નામાંકિત.2008- કોલકાતામાં આગના કારણે 2500 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. વિશ્વના સૌથી મોટા ફિલ્મ શો ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના સ્થાપક મુરે દસ્તી કોહલનું નિધન થયું છે.2009 – જાણીતા સંગીતકાર એ.આર. આર. રહેમાન પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા. અલ્હાબાદ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ.જયંત કુમારે વિશ્વના સૌથી જૂના ઉલ્કાપિંકથી પડેલા ખાડાની શોધ કરી હતી.2010 – કેરેબિયન દેશ હૈતીમાં આવેલા ભયંકર ભૂકંપમાં લાખો લોકોના મોત થયા હતા અને રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સનો મોટાભાગનો ભાગ નાશ પામ્યો.2015 – કેમરુનમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં આતંકવાદી સંગઠન બોકો હરામના 142 આતંકવાદીઓ માર્યા ગયા.2018 – ઇસરો એ 100મો ઉપગ્રહ લોન્ચ કર્યો, એક સાથે 31 ઉપગ્રહો મોકલ્યા.2020 – ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પ્રતિષ્ઠિત ‘પોલી ઉમરીગર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રક્ષા સચિવ અજય કુમારે કોલકાતામાં બે ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજો (ICGS) એની બેસેન્ટ અને અમૃત કૌરને તૈનાત કર્યા.પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ1598 - જીજા બાઇ – મરાઠા રાજા છત્રપતિ શિવાજીના માતા.1863 – ભગવાન દાસ, ભારતીય થીઓસૉફિસ્ટ અને સામાજિક કાર્યકર (અ. ૧૯૫૮)1869 - ભગવાન દાસ – ‘ભારત રત્ન’થી સમ્માનિત સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ.1886 - નેલી સેનગુપ્તા – પ્રખ્યાત મહિલા ક્રાંતિકારી.1899 - બદ્રીનાથ પ્રસાદ – ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી.1918 - મહર્ષિ મહેશ યોગી – એક પ્રખ્યાત ભારતીય યોગાચાર્ય હતા, જેમણે યોગને ભારતની બહાર વિદેશમાં પ્રખ્યાત કર્યો.1918 - સી. રામચંદ્ર – હિન્દી ફિલ્મ સંગીતકાર, ગાયક અને નિર્માતા-નિર્દેશક.1927 - ડાર્વિન દીનધડો પાગ – ભારતના મેઘાલય રાજ્યના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી હતા.1931 - અહમદ ફરાઝ – પ્રખ્યાત ઉર્દૂ કવિ.1936 - મુફ્તી મોહમ્મદ સઈદ – જમ્મુ અને કાશ્મીર રાજ્યના ભૂતપૂર્વ નવમા મુખ્ય પ્રધાન હતા.1940 - એમ. વીરપ્પા મોઈલી – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી.1943 - સુમિત્રા ભાવે – પ્રખ્યાત મરાઠી ફિલ્મ નિર્માતા હતા.1949 – હારુકી મુરાકામી, જાપાની લેખક, નવલકથાકાર1958 - અરુણ ગોવિલ – લોકપ્રિય ધાર્મિક સિરિયલ ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવનાર કલાકાર.1964 - અજય માકન – ભારતીય રાજકારણી1964 - દિનેશ શર્મા – રાજકારણી અને ઉત્તર પ્રદેશના પૂર્વ નાયબ મુખ્યમંત્રી.1972 - પ્રિયંકા ગાંધી – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નેતા અને સ્વ. રાજીવી ગાંધીના પુત્રી.1975 – ભાવેશ ભટ્ટ, ગુજરાતી ભાષાના ગઝલકાર1990 - મનોજ સરકાર – ભારતના પેરા બેડમિન્ટન ખેલાડી.1991 - હરિકા દ્રોણાવલ્લી – ભારતી મહિલા ચેસ ખેલાડી.પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1924 - ગોપીનાથ સાહા – પશ્ચિમ બંગાળના સ્વતંત્રતા સેનાની.1934 - સૂર્ય સેન – ભારતની આઝાદી માટે લડનાર પ્રખ્યાત ક્રાંતિકારી.1934 – તારકેશ્વર દાસ્તીદાર, ભારતીય સ્વતંત્રતા સેનાની (જ. ૧૯૦૯)1941 - પ્યારે લાલ શર્મા – ભારતીય ક્રાંતિકારી.1976 – અગાથા ક્રિસ્ટી, અંગ્રેજી ગુન્હા (ક્રાઇમ) વાર્તાઓના લેખક (જ. ૧૮૯૦)1988 – સુનિતી ચૌધરી, ભારતીય રાષ્ટ્રવાદી ક્રાંતિકારી (જ. ૧૯૧૭)1992 - કુમાર ગંધર્વ – ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક.2000 - વી.આર. નેદુનચેઝિયાન – તમિલનાડુ રાજ્યના ત્રણ વખત કાર્યકારી મુખ્યમંત્રી હતા.2004 - રામકૃષ્ણ હેગડે – જનતા પાર્ટીના રાજકારણી, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.2005 – અમરીશ પુરી, ભારતીય રંગમંચ અને ચલચિત્ર જગતના અભિનેતા (જ. ૧૯૩૨)(અહીં આપેલી વિગતો ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત કરેલી છે.)