મોરબી : તા. 01 જાન્યુઆરીનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો પહેલ દિવસ છે. આ દિવસ ખ્રિસ્તી નવું વર્ષ તરીકે ઉજવાય છે. આજથી વર્ષ 2024નો આરંભ થાય છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે તા. 01 જાન્યુઆરી, 2024ના રોજ પોષ વદ પાંચમ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 01 જાન્યુઆરીને વૈશ્વિક કુટુંબ દિવસ જાહેર કરાયો છે. ત્યારે જાણો તા. 01 જાન્યુઆરીનો ઇતિહાસ એટલે કે આ દિવસે બનેલી મહત્વની ઘટનાઓ તેમજ આ તારીખે જન્મેલા અને અવસાન પામેલા વ્યક્તિ વિશેષ વિશે..મહત્વની ઘટનાઓઈ.પૂ. ૧૫૩ – રોમન સંસદે પહેલીવાર પોતાના કાર્યકાળની શરૂઆત ૧ જાન્યુઆરીથી કરી.ઈ.પૂ. ૪૫ – જુલિયન કેલેન્ડર રોમન સામ્રાજ્યના નાગરિક કેલેન્ડર તરીકે અમલમાં આવ્યું, ૧લી જાન્યુઆરીને નવા વર્ષની પહેલી તારીખ તરીકે માન્ય કરવામાં આવી.૧૫૦૨ – બ્રાઝિલના રિયો ડી જાનેરોનું વર્તમાન સ્થળ પોર્ટુગીઝ દ્વારા સૌ પ્રથમ વખત શોધી કાઢવામાં આવ્યું.૧૭૭૨ – લંડન ક્રેડિટ એક્સચેન્જ કંપની દ્વારા રોકડની ચલણની જગ્યાએ ચલણ વિનિમય માધ્યમ તરીકે ટ્રાવેલર ચેકનો ઉપયોગ ૯૦ યુરોપિયન શહેરોમાં શરૂ કરવામાં આવ્યો.૧૭૭૬ – જનરલ જ્યોર્જ વોશિંગ્ટને પ્રોસ્પેક્ટ હિલ ખાતે યુનાઇટેડ સ્ટેટ્સનો પ્રથમ ધ્વજ, ગ્રાન્ડ યુનિયન ફ્લેગ ફરકાવ્યો.૧૭૮૮ – ધ ટાઇમ્સ ઓફ લંડનની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી.૧૮૦૧ – સૂર્યમંડળમાં શોધાયેલો નાનામાં નાનો અને લઘુગ્રહ પટ્ટામાંનો એક માત્ર વામન ગ્રહ સિરસ ગ્યુસેપ પીઆઝી (Giuseppe Piazzi) દ્વારા શોધી કાઢવામાં આવ્યો.૧૮૦૬ – ફ્રેન્ચ પ્રજાસત્તાક કેલેન્ડર નાબૂદ કરવામાં આવ્યું.૧૮૦૮ – અમેરિકાએ ગુલામોની આયાત પર પ્રતિબંધ મૂક્યો.૧૮૭૭ – યુનાઇટેડ કિંગડમની રાણી વિક્ટોરિયાને ભારતની સામ્રાજ્ઞી જાહેર કરવામાં આવી.૧૮૮૫ – પચ્ચીસ રાષ્ટ્રો સેન્ડફોર્ડ ફ્લેમિંગના પ્રમાણભૂત સમય માટેના પ્રસ્તાવને તથા સમય વિસ્તારને અપનાવ્યો.૧૮૯૯ – ક્યુબામાં સ્પેનિશ શાસન સમાપ્ત થયું.૧૯૦૬ - બ્રિટિશ ભારતે અધિકૃત રીતે ભારતીય માનક સમય (Indian Standard Time) અપનાવ્યો.૧૯૪૨ - સંયુક્ત રાષ્ટ્રસંઘ (United Nations) ના ઘોષણાપત્ર પર ૨૬ રાષ્ટ્રોએ હસ્તાક્ષર કર્યા.૧૯૪૮ - બ્રિટિશ રેલ્વેનું રાષ્ટ્રીયકરણ થયું.૧૯૪૮ - વિભાજન પછી, ભારતે પાકિસ્તાનને આપવાનાં રૂ. ૫૫ કરોડ આપવાનું નકાર્યું.૧૯૪૯ - સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા, મધ્યરાત્રીથી કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરાયો.૧૯૭૮ - એર ઇન્ડિયા ફ્લાઇટ ૮૫૫ બોઇંગ ૭૪૭ તકનિકિ ખરાબી અને ચાલકની ભૂલને કારણે મુંબઇ પાસે સમુદ્રમાં અકસ્માત ગ્રસ્ત થઇ જેમાં ૨૧૩ યાત્રીઓ મૃત્યુ પામ્યા.૧૯૮૩ - આર્પાનેટનું અધિકૃત રીતે ઇન્ટરનેટમાં રૂપાંતરણ કરાયું.૧૯૮૫ - ઇન્ટરનેટની ડોમેન નામ પ્રણાલી અસ્તિત્વમાં આવી.૧૯૯૫ - વિશ્વ વ્યાપાર સંગઠનનું ગઠન થયું.૧૯૯૯ - યુરો ચલણ અસ્તિત્વમાં આવ્યું.૨૦૦૦ – ન્યુઝીલેન્ડથી 860 કિ.મી સહસ્ત્રાબ્દીનું પ્રથમ કિરણ પૂર્વમાં મોરીઓરી ચાથમ ટાપુ પર પડ્યું.૨૦૦૧ – આંતરરાષ્ટ્રીય યુદ્ધ અપરાધ અદાલતની રચના માટે રોમન સંધિ પર અમેરિકા અને ઇઝરાયેલે હસ્તાક્ષર કર્યા.કલકત્તાનું સત્તાવાર નામ બદલીને કોલકાતા કરવામાં આવ્યું.૨૦૦૨ – અમેરિકાએ કહ્યું કે ભારતે આતંકવાદનો ઉકેલ લાવવા માટે પાકિસ્તાનને સમય આપવો જોઈએ, બ્રિટને પાકિસ્તાનની કાર્યવાહીને અપૂરતી ગણાવી.૨૦૦૪ – ચેકના રાષ્ટ્રપતિ વેક્લેવ હેવેલને ‘ગાંધી શાંતિ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો, સાર્ક દેશોએ દક્ષિણ એશિયાને મુક્ત વેપાર વિસ્તાર બનાવવા અને સાર્ક આતંકવાદ વિરોધી સંધિને SAFTA સંધિને મંજૂરી આપી હતી.૨૦૦૫ – ઈન્ડોનેશિયા અને ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ફરી ભૂકંપના આંચકા.૨૦૦૬ – સાર્ક દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર ‘સાફ્ટા’ અમલમાં આવ્યો.૨૦૦૭ – વિજય નામ્બિયારને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂનના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.૨૦૦૮ – ભારતે સાર્ક સંગઠનમાં બાંગ્લાદેશ સહિત એલડી દેશોમાંથી નિકાસ પર 1 જાન્યુઆરી, 2008થી ડ્યુટી-ફ્રી એક્સેસ (ભારતની સંવેદનશીલ યાદીમાં સમાવિષ્ટ અમુક વસ્તુઓ સિવાય) આપવાનું શરૂ કર્યું.ઉત્તર પ્રદેશમાં વેલ્યુ એડેડ ટેક્સ ‘વેટ’ લાગુ કરવામાં આવ્યો હતો.ભૂટાનના ઈતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય પરિષદના ચૂંટાયેલા 15 પ્રતિનિધિઓના નામની જાહેરાત કરવામાં આવી હતી.૨૦૦૯ – લશ્કરી કર્મચારીઓ માટે પગાર પંચની રચના સાથે, કેન્દ્ર સરકારે 12,000 લેફ્ટનન્ટ કર્નલોને અને નૌકાદળ અને વાયુસેનામાં તેમના સમકક્ષોને ઉચ્ચ પગાર ધોરણ આપવાનું નક્કી કર્યું.થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક નાઈટ ક્લબમાં લાગેલી આગમાં 61 લોકોના મોત થયા છે.૨૦૧૦ – પશ્ચિમ પાકિસ્તાનમાં વોલીબોલ મેચ દરમિયાન એક આત્મધાતી હુમલાખોર દ્વારા વિસ્ફોટકોથી ભરેલા વાહનને દિવાલ સાથે અથડાયા બાદ થયેલા વિસ્ફોટમાં 85 લોકો માર્યા ગયા.૨૦૧૩ - અંગોલામાં ભાગદોડ મચવાથી 10 લોકોના મોત થયા હતા અને 120 લોકો ઘાયલ થયા હતા.૨૦૧૭ - એન્ટોનિયો ગુટેરેસે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.૨૦૨૦ - IOA એ 2022 કોમનવેલ્થ ગેમ્સના બહિષ્કારનું એલાન પાછું ખેંચ્યું.રેલવે પ્રોટેક્શન ફોર્સનું નામ બદલીને ઈન્ડિયન રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ રાખવામાં આવ્યું.ભારતના નાણામંત્રીએ 102 ટ્રિલિયનની નેશનલ ઈન્ફ્રા પાઈપલાઈન યોજના શરૂ કરી.ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને તેમના પરમાણુ અને આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણો પરનો પ્રતિબંધ હટાવી લીધો છે અને કહ્યું છે કે વિશ્વ હવે એક નવું શસ્ત્ર જોશે.વ્યક્તિ વિશેષના જન્મદિવસ1892 - મહાદેવ દેસાઈ – ભારતના પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની, લેખક અને મહાત્મા ગાંધીજીના અંગત મદદનીશ1914 - નૂર ઇનાયત ખાન – ટીપુ સુલતાનના વંશજ, તે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ જાસૂસ હતી.1914 - અદ્વૈત મલ્લબર્મન – પ્રખ્યાત બંગાળી લેખક1912 - ગુલામ મોહમ્મદ સાદિક – એક ભારતીય રાજકારણી1941 - અસરાની – ભારતની હિન્દી ફિલ્મોના પ્રખ્યાત કોમેડિયન.1943 - રઘુનાથ અનંત માશેલકર – એક ભારતીય વૈજ્ઞાનિક1950 - દીપા મહેતા – ફિલ્મ નિર્માતા – નિર્દેશક, પટકથા લેખક1950 - રાહત ઈન્દોરી – પ્રખ્યાત ઉર્દૂ કવિ અને ગીતકાર.1951 - નાના પાટેકર – હિન્દી અને મરાઠી સિનેમાના લોકપ્રિય અભિનેતા.1952 - ઉદય પ્રકાશ –...