મોરબી : બગથળા ગામમાં તા.26 ઓગસ્ટને સોમવારના રોજ જન્માષ્ટમીના પાવન પર્વે સવારે 8 કલાકે અભિલાષા ગૌ સેવા યુવક મંડળ દ્વારા ભવ્યાતિત ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ શોભાયાત્રામાં અલગ અલગ ટ્રેકટર, ગાડી, રીક્ષા જેવા વાહનો શણગાર સાથે જોડાશે. શોભાયાત્રા આખા ગામમાં ફરશે અને નકલંક મંદિર બગથળાનાં મહંત દામજી ભગત આશીર્વચન આપશે. આ વેળાએ યુવાનો રંગ બેરંગી ડ્રેસ પહેરી અને રાસ રમશે. અને ભવ્ય મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખેલ છે. તો સમગ્ર બગથળા અને આજુબાજુનાં ગામની ધર્મ પ્રેમી જનતાને આ શોભાયાત્રામાં જોડાવવા નિમંત્રણ આપવામાં આવ્યું છે.