મોરબી : આગામી તારીખ 16 ઓગસ્ટ ને શનિવારના રોજ ઠેર ઠેર શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી થનાર છે ત્યારે ભક્તિનગર ગામ ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે સવારે 8:30 કલાકે શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ સવારે 10 કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે 12 કલાક મટકી ફોડ કાર્યક્રમ યોજાશે. તો આ કાર્યક્રમમાં પધારવા બજરંગ યુવક મંડળ દ્વારા સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.