મોરબી : મોરબીના રાજપર (કું.) ગામે આગામી તારીખ 16 ઓગસ્ટ ને શનિવારના રોજ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 8 કલાકે જય અંબે ગૌશાળા યુવક મંડળ તથા રાજપર (કું.) ગામ સમસ્ત દ્વારા શોભાયાત્રા નીકળશે જે ગામમાં ફરશે. ત્યારબાદ મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સૌ ગ્રામજનોને નંદલાલાના જન્મોત્સવમાં સહભાગી થઈ શ્રી કૃષ્ણના ઝુલાના દર્શન અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં જોડાવવા આમંત્રણ પાઠવાયું છે.