સંતો-મહંતોની ઉપસ્થિતીમાં મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા જલારામ પ્રાર્થના મંદિરે કાર્યાલય શરૂ મોરબી : મોરબીમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી માટે અત્યારથી જ આયોજનો ઘડાઈ રહ્યા છે ત્યારે આજરોજ સંતો-મહંતોની ઉપસ્થિતીમાં મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા જલારામ પ્રાર્થના મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું. પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવાનુ અનેરૂ આયોજન કરવા માં આવેલ છે. જે અંતર્ગત જન્માષ્ટમી ના પાવનપર્વ નિમિતે વિશાળ શોભાયાત્રા તેમજ વિવિધ સ્થળે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મટકીફોડ કાર્યક્રમો યોજાશે ત્યારે સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવના મધ્યસ્થ કાર્યાલયનુ શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર ખાતે સંતો મહંતો ની પ્રેરક ઉપસ્થિતીમાં હનુમાન ચાલીસાના પાઠ તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન કરવા માં આવ્યુ હતુ. ઉદઘાટન સમારોહ માં પ.પૂ.ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), પ.પૂ. ગાંડુભગત (મચ્છુ માં ની જગ્યા), પ.પૂ. નાગરાજબાપુ (નકલંક ધામ- જાજાસર), પ.પૂ. દેવરામબાપુ (જલારામ મંદિર, પ.પૂ. હરીકીશનદાસજી મહારાજ (રામજી મંદિર), પ.પૂ. હરિચરણદાસજી મહારાજ (મણીધર હનુમાનજી મંદિર) સહીતનાં સંતો-મહંતો ઉપરાંત વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.