પંચાસર રોડ ઉપર નંદીઘર પાસે યોજાશે મેળો : આ મેળામાં રાઈડ્સથી લઈ ખાદ્ય સ્ટોલ સહિતના આકર્ષણો હશેમોરબી : મોરબીમાં જન્માષ્ટમીના તહેવાર અન્વવે લોકોના આનંદ ઉત્સવ માટે આગામી ૧૩ ઓગસ્ટથી ૧૭ ઓગસ્ટ દરમિયાન નંદીઘર, પંચાસર રોડ ખાતે વિવિધ રાઇડ્સ અને સ્ટોલ્સ સાથે મહાપાલિકા દ્વારા ભવ્ય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના મોજીલા લોકો ઉત્સાવ પ્રિય છે. મોરબીમાં વિવિધ તહેવારોની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં નાળા બાળકોથી લઈ વૃદ્ધ નાગરિકો સુધી તમામ આનંદ પ્રમોદ સાથે આપણી સંસ્કૃતિ સાથે પરંપરાગત લોકમેળાનો આનંદ મેળવી શકે તે માટે વિવિધ પ્રકારની રાઈડ્સ અને ખાદ્ય સ્ટોલ સહિત વિવિધ વ્યવસ્થાઓ સાથે મેળો યોજાનાર છે.આ મેળા અન્વયે મેળાનું ગ્રાઉન્ડ રાખવા ઈચ્છકોએ ૫/૦૮/૨૦૨૫ ના રોજ સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીમાં રૂ. ૫૦૦૦ રોકડા ભર્યા થી ટેન્ડર ફોર્મ મળશે. ટેન્ડર ફોર્મ મેળવવા માટે રમત-ગમત શાખા - મોરબી મહાનગરપાલિકાનો સંપર્ક કરવાનો રહેશે. આઈટમ એક અને બે મુજબના ટેન્ડર ફોર્મ સાથે ડિપોઝિટ ડીડી સામે રાખી લેખીત અરજી સીલ બંધ કરી જન્માષ્ટમી લોકમેળો ૨૦૨૫ના મથાળા સાથે ૦૫/૦૮/૨૦૨૫ ના રોજ સાંજના ૬:૦૦ વાગ્યા સુધીમાં રજીસ્ટર એડી અથવા રૂબરૂ પહોંચતા કરવાના રહેશે.આવેલ ટેન્ડર્સ શક્ય હશે તો ૬/૦૮/૫૦૨૫ના રોજ ૦૩:૩૦ વાગ્યે ખોલવામાં આવશે. માન્ય થનાર ટેન્ડરની તારીખ ૦૭/૦૮/૨૦૨૫ ના રોજ સાંજે ૦૪:૩૦ કલાકે જાહેર હરાજી કરવામાં આવશે તેમજ જાહેર હરાજીથી મેળાનું મેદાન ફાળવવામાં આવશે. કોઈપણ ભાવની માંગણી મંજૂર કે ના મંજૂર કરવા અંગેનો હક અને છેલ્લો નિર્ણય મોરબી મહાનગરપાલિકાનો રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.