મોરબી : મોરબીના માણેકવાડા ગામે આવતીકાલે તારીખ 16 ઓગસ્ટ ને શનિવારના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 8 કલાકે રામજી મંદિર ચોકમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને સવારે 10 કલાકે રામજી મંદિર ચોકમાં મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત કંસવધ નામનું નાટક પણ રજૂ કરવામાં આવશે. તો સર્વે ગ્રામજનોને સહ પરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.