શક્તિ મિત્ર મંડળ દ્વારા 4 સપ્ટેમ્બરે રાત્રે 9:30 વાગ્યાથી રાસ-ગરબાની રમઝટ બોલાશેરાત્રે 12 વાગ્યે મટકીફોડ અને હિંડોળા દર્શન: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ રાત્રે ભજન-કીર્તનનું આયોજનમોરબી અપડેટ : મોરબીના રોહીદાસ પરા વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરે આગામી જન્માષ્ટમી પર્વની શાનદાર ઉજવણી માટે શક્તિ મિત્ર મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 4/9/2026 ને શુક્રવારના રોજ જન્માષ્ટમી નિમિત્તે રાધાકૃષ્ણ મંદિરે રાત્રે 9:30 વાગ્યાથી રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવ્યા બાદ રાત્રે 12 વાગ્યે કાનુડાના જન્મોત્સવના પવિત્ર સમયે પરંપરાગત રીતે મટકીફોડ કાર્યક્રમ યોજાશે. આ વિશેષ અવસરે મંદિરે આવતા તમામ ભક્તો માટે ભગવાનના આકર્ષક હિંડોળા દર્શન પણ રાખવામાં આવ્યા છે.આ ઉપરાંત, આયોજક શક્તિ મિત્ર મંડળ દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ રાત્રે મંદિરે ભજન અને કીર્તનનો કાર્યક્રમ પણ ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં ભક્તો ઉત્સાહભેર જોડાય છે. આગામી 4 તારીખે જન્માષ્ટમીના પવિત્ર પર્વે રાસ-ગરબા, મટકીફોડ અને હિંડોળા દર્શનનો લ્હાવો લેવા વિસ્તારની તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Janmashtami #RohidasPara #MatkiPhod #RadhakrishnaTemple #ShravanMaas