મટકીફોડ, રથયાત્રા, રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાશેમોરબી અપડેટ : રામનગર (ઝીંકીયાળી) ગામ સમસ્ત તથા નવદુર્ગા યુવા ગ્રુપ દ્વારા આગામી તારીખ 04/09/2026, શુક્રવારના રોજ જન્માષ્ટમી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમની શરૂઆત સવારે 9:30 કલાકે થશે.જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગામમાં મટકીફોડ, રથયાત્રા સાથે રાસ ગરબાનું સુંદર આયોજન કરાયું છે. કૃષ્ણ ભક્તિના આ અનેરા આનંદમાં સહભાગી થવા અને ઉત્સવ માણવા માટે આયોજકો દ્વારા સૌને સહપરિવાર પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રામજી મંદિર ચોક ખાતે સમગ્ર ગામ અને પધારેલા તમામ મહેમાનો માટે ફરાળ પ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Janmashtami2026 #Ramnagar #Zikiyali #KrishnaJanmotsav #Matkiphod #MorbiNews