4 સપ્ટેમ્બરના રોજ શોભાયાત્રા, રાસોત્સવ, મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશે: મંત્રીઓ સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિતમોરબી અપડેટ: માતૃશ્રી રામબાઈ માં મંદિર, વવાણીયા ખાતે આગામી તારીખ 04-09-2026, શુક્રવારના રોજ જન્માષ્ટમી મહોત્સવ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંત પ્રભુદાસજી અને ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.કાર્યક્રમની રૂપરેખા:• બપોરે 12:00 થી 2:00 : ફરાળ પ્રસાદ• બપોરે 2:00 : મોરબી આહીર સમાજની વાડીથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે, જે વવાણીયા સ્થિત માતૃશ્રી રામબાઈ માં મંદિરે પહોંચશે.• સાંજે 4:30 : શોભાયાત્રાનું સ્વાગત • 4:00 થી 6:30 કલાક સુધી દાંડિયા રાસ (રાસોત્સવ)• સાંજે 6:00 થી 7:00 : મટકી ફોડ કાર્યક્રમ અને મંચ કાર્યક્રમ • સાંજે 7:30 : ફરાળ પ્રસાદ • રાત્રે 12:00 : કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ અને મહાઆરતી અગ્રણીઓની ઉપસ્થિતિ:આ ધાર્મિક મહોત્સવમાં ગુજરાત સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા, મંત્રી કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા અને પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના અગ્રણીઓ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ સાથે વિવિધ સંસ્થાઓના પ્રમુખો, આગેવાનો અને મુખ્ય સહયોગીઓ પણ હાજરી આપશે. આ મહોત્સવમાં પધારવા અને કૃષ્ણ જન્મોત્સવની ધાર્મિક ઉજવણીમાં સહભાગી થવા ભાવિક ભક્તજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #Vavaniya #Janmashtami2026 #RambaiMaMandir #MorbiNews #KrishnaJanmotsav #MatkiPhod #Shobhayatra