સાતમ-આઠમના તહેવારોમાં પાંચ દિવસમાં વાંકાનેર ડેપોએ 29.19 લાખ અને મોરબી ડેપોએ 18.45 લાખની આવક કરી મોરબી : કોરોના મહામારીમાં ખોટ સહન કરીને મુસાફરોને ગંતવ્ય સ્થળે પહોંચાડનાર એસટી નિગમને સાતમ-આઠમના તહેવારો ફળ્યા છે અને જન્માષ્ટમીના પાંચ દિવસમાં જ મોરબી અને વાંકાનેર ડેપોને કુલ 47,64,000ની આવક થવા પામી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર વિભાગને કોરોના હળવો બનતા પુનઃ ટ્રાફિક મળતો થયો છે,ખાસ કરીને જન્માષ્ટમી તહેવાર પહેલા અને તહેવાર દરમિયાન મુસાફરોની આવન જાવન વધતા મોરબી એસટી ડેપોને સામાન્ય દિવસોમાં ત્રણેક લાખની સરેરાશ આવક સામે આવક વધવા પામી હોવાનું ઇન્ચાર્જ ડેપો મેનેજર ભરતસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વધુમાં તા.28ને રાંધણ છઠના દિવસે 3.83લાખ, તા.28ના રોજ 3.91 લાખ, તા.30ના રોજ 3.07 લાખ,તા.31ના રોજ 4.05 લાખ મળી પાંચ દિવસમાં કુલ 18.45 લાખની આવક થવા પામી હતી. વધુમાં વાંકાનેર એસટી ડેપોએ મોરબીને આવકમાં પાછળ છોડી તા.28ના રોજ 5.52 લાખ, તા.29ના રોજ 5.50 લાખ, તા.30ના રોજ 5.54 લાખ, તા.31ના રોજ 6.22 લાખ અને તા.1 સપ્ટેમ્બરના રોજ 6.41 લાખ સાથે પાંચ દિવસ દરમિયાન કુલ 29.19 લાખની આવક નોંધાઈ હોવાનું વાંકાનેર ડેપો મેનેજર ભરતસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આમ, મોરબી અને વાંકાનેર એસટી ડેપોને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન પાંચ દિવસમાં 47.64 લાખની આવક થઈ હોવાનું સતાવાર રીતે જાણવા મળે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..