મોરબી : મોરબીના નવયુગ સંકુલ મુકામે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન મુજબ ભારતીય સસ્કૃતિને અનુરૂપ એવી “સ્વ” ને ઉજાગર કરતી પરંપરા મુજબ જન્માષ્ટમી તથા મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. બાલ ગોપાલની મુર્તિને દેશી વાજિંત્રો સાથે શોભાયાત્રા કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ પ્રકારના સ્લોટ ઊભા કરાયા હતા. જેમાં ગોકુળ, વૃંદાવન, દેવકી, કૃષ્ણ, સુદામા, તેમજ હિંડોળે ઝુલાવી પ્રાચીન ટીપણી રાસ, વૃંદાવન રાસ, કૃષ્ણ-સુદામા નાટક પણ ભજવવામાં આવ્યું હતું. જેમાં કે.જી. થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મહાઆરતી માટે સુંદર મજાની ઝાંખી ગોઠવવામાં આવી હતી, મહાઆરતીમાં વિભાગીય વડાઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વૃંદાવનની યાદ અપાવે તેવા સુંદર મહા રાસ થયો હતો. બાળ-કૃષ્ણ સાથે જોડાયેલ 'ગોપુરમ' કે જે ખાસ માખણ ચોરીને ખાવા માટે મિત્રો સાથે લીલા કરતાં અને સાથે મળીને ખાતા હતા. તેવી જ રીતે કે.જી.થી કૉલેજ સુધીના દરેક વિભાગની ગોરસ ભરેલી મટકી-ફોડના કાર્યક્રમ થયા હતો. તેમજ નવયુગ વિદ્યાલય ખાતે પણ જન્માષ્ટમી પર્વ રંગે ચંગે ઉજવાયું હતું જેમાં શોભાયાત્રા,પ્રાચીન રાસ,નાગ દમન વગેરે અદભૂત કૃતિઓ રજૂ કરી હતી. ત્યારબાદ નવયુગ પ્રેપ સેક્શનના નાના નાના ભૂલકાઓએ મટકી ફોડ કાર્યક્રમની સાથે સાથે પ્રાસંગિક અને દેશભક્તિ ડાન્સ રજૂ કર્યા હતા. સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા રંજનબેન પી. કાંજીયાએ તમામ સ્ટાફને ધન્યવાદ પાઠવ્યા હતા. કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.