અમેરિકા : અમેરિકાના ન્યૂજર્સીના પારસીપેની શહેરમાં મોરબી સહિતના ભારતવાસીઓએ જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરી હતી. પારસીપેની શહેરમાં બ્રહ્માનંદ સત્સંગ મંડળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય દિવસે કથામાં શ્રીકૃષ્ણ ભગવાન ચરિત્રની વાત કરી હતી. તેમજ હરિભક્તો દ્વારા રાસ રમવામાં આવ્યો હતો. ભગવાનની લીલાના દર્શન પણ કરાવ્યા હતા. તેમજ સૌએ કૃષ્ણને ઝુલાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ પ્રસાદ, આરતી, સ્તુતિ અને મહાપ્રસાદનું પણ આયોજન કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રેમજીભાઈ ભોરણીયા, નીતિનભાઈ પરીખ, ગુણવંતભાઈ આરદેશણા તેમજ ધડુક પરિવાર તરફથી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. બ્રહ્માનંદ મંડળના હરિભક્ત દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.