જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ કૈલા દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબી : મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અને કોલ એસોસીએશનના પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલાએ ગઈકાલે પોતાના જન્મદિવસે ગરીબીની બાળાઓને સ્કૂલ કીટની ભેટ આપી અનોખી ઉજવણી કરી હતી. મોરબીના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા સમાજને નવો રાહ ચીંધવા જન્મદિવસની સાદાઈથી અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરી ઉજવવાની પ્રણાલી છે ત્યારે મોરબી કોલ એસોશિએશનના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ તથા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જીજ્ઞેશભાઈ હંસરાજભાઈ કૈલાએ ગઈકાલે મહેન્દ્રનગર મહાકાળી ચોક ગરબી મંડળની ૧૭૫ બાળાઓને સ્કૂલ કીટની યાદગાર ભેટ આપી હતી તો શક્તિચોક ગરબી મંડળની તમામ બાળાઓને માનભાવતો નાસ્તો કરાવી આનંદભેર ઉજવણી કરી હતી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='35074,35072,35073']