મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર બોની પાર્કમાં ફાયર સેફટી વગરના એક બિલ્ડિંગમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડે આગ બુઝાવી એપાર્ટમેન્ટમાં લોકોના જીવ બચાવ્યા હતા.મોરબીના રવાપર રોડ ઉપર બોની પાર્કમાં આવેલ જાનકી એપાર્ટમેન્ટમાં આજે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ફાયર બ્રિગેડ વિભાગે આગ બુઝાવો લોકોને સલામત બહાર કાઢ્યા હતા. જાનકી એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીના સાધનો ન હોવાનું સામે આવ્યું છે.