80% થી વધુ ગુણ મેળવનાર કુલ 7 વિદ્યાર્થીઓ 70% થી વધુ ગુણ મેળવનાર કુલ 18 વિદ્યાર્થીઓ મોરબી : મોરબી શહેરમાં શિક્ષણ ક્ષેત્રે ૪ દાયકા કરતા પણ વધુ સમયથી કાર્યરત પ્રવિણભાઈ કક્કડ (૪૭ વર્ષના અનુભવી) તથા નિર્મિતભાઈ કક્કડ (૧૫ વર્ષના અનુભવી) દ્વારા સંચાલીત જનતા ક્લાસીસના ધો.12 CBSE કોમર્સ ટર્મ -1ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ પરિણામોની પરંપરાને જીવંત રાખી છે. પ્રવર્તમાન વર્ષ થી CBSE બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષને બે વિભાગમાં વહેંચવામા આવ્યુ છે. જે અંતર્ગત ટર્મ-1 અને ટર્મ-2ની પરિક્ષાઓ બોર્ડ દ્વારા જ આયોજીત કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં ધો. 12 કોમર્સ ટર્મ-1નું CBSE બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમા મોરબી જનતા ક્લાસીસના કુલ 7 વિદ્યાર્થીઓ એ 80% થી વધુ તથા કુલ 18 વિદ્યાર્થીઓએ 70% થી વધુ ગુણ પ્રાપ્ત કરી પોતાના પરિવાર તથા ક્લાસીસનું નામ રોશન કર્યુ છે.મોરબી જનતા ક્લાસીસના વિદ્યાર્થીઓ મૈત્રી વિપુલભાઈ ટોલીયા (૮૭.૧૮%), સ્મીત યોગેશભાઈ ઝાલરીયા (૮૬.૬૭%), જીત હર્ષદભાઈ વાસજારીયા (૮૫.૬૪%), મીત અજીતભાઈ ત્રીવેદી (૮૫.૧૩%), યશ ભરતભાઈ હદવાણી (૮૪.૧૦%), શ્યામ ભરતભાઈ દલસાણીયા (૮૩.૫૯%), આકાશ ભરતભાઈ વીરાણી (૮૦%), પ્રેમ મનોજભાઈ પાટડીયા (૭૯.૮૦%), ધ્વનીત આકાશભાઈ દેસાઈ (૭૮.૯૭%), સાહીલ અરવિંદભાઈ પાંચોટીયા (૭૮.૪૪%), પ્રેયશ અજયભાઈ ચૌહાણ (૭૭.૮૪%), નૈમિષ નયનભાઈ ભોરણીયા (૭૬.૪૧%), પ્રણવ વિનોદભાઈ પડસુંબિયા (૭૫.૫%), ધૈર્ય હર્ષદભાઈ ચારોલા (૭૪.૩૬%), રાજ હીરેનભાઈ ગાંધી (૭૪.૩૬%), લેશ્ની રજનીભાઈ ઘોડાસરા(૭૨.૪૧%), યેશા દુર્ગેશભાઈ કાચા (૭૧.૮૯%), ધાર્મિક હરેશભાઈ મહેતા (૭૦.૨૬%) સાથે ઉતિર્ણ થઈ તેમના પરિવાર તથા ક્લાસીસનું નામ રોશન કર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં શિક્ષણક્ષેત્રે છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત જનતા ક્લાસીસ દ્વારા ધો.11 અને 12 (કોમર્સ) CBSE અને GSEB ,Bcom ,BBA, Mcom સહીતના અભ્યાસક્રમોના બધા જ વિષયોનુ શિક્ષણ પ્રદાન કરવામા આવે છે. ત્યારે પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામોની પરંપરા જાળવી રાખી છે. વિદ્યાર્થીઓની આ અનેરી સિધ્ધિ બદલ ક્લાસીસના સંચાલકો પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે.