મોરબીઃ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.જેમાં નાનાદહીંસરા ગામની અને નવજીવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઉતીર્ણ થઈ છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં નાનાદહીંસરા ગામની અને નવજીવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીની ભાડજા વિશ્વા જીગ્નેશભાઈ ઉત્તિર્ણ થયેલ છે. જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા, નાનાદહીંસરા ગામ અને નવોદય વિદ્યાલયનું ગૌરવ વધાર્યુ છે, તે બદલ ભાડજા પરીવાર તથા નાનાદહીંસરા ગામે વિશ્વાને અભિનંદન પાઠવ્યા છે. દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ-૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ-પના વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં વિદ્યાર્થી પાસ થાય તેવું દરેક વાલી ઈચ્છતા હોય છે. આ પરીક્ષા ઉતિર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી આપવામાં આવે છે.