ઉપલેટાના જામટીંબડી ગામનું સ્નેહમિલન તાજેતરમાં મોરબીના રવાપર રોડ ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયું હતુ.જેમાં મોરબી જીલ્લા કલેક્ટર આર.જે.માકડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આયોજકો કિશોરભાઈ માકડીયા,રમેશભાઈ ધમસાણીયા,અશ્વિનભાઈ માકડીયા,દિનેશભાઇ માકડીયા,ચંદ્રેશભાઈ માકડીયા ના હસ્તે મોરબી જિલ્લા કલેક્ટર આર.જે.માકડીયાનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જામટીંબડીના સમસ્ત ગ્રામજનો હાજર રહીને આ સ્નેહમિલનના કાર્યક્રમને દીપાવ્યો હતો