વડોદરા યાર્ડ રિમોડલિંગ કામગીરીને પગલે રેલવે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય: મુસાફરોને નોંધ લેવા અપીલરાજકોટ: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વડોદરા સ્ટેશન યાર્ડ રિમોડલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગની કામગીરી માટે બ્લોક લેવામાં આવનાર છે. આ કામગીરીને કારણે રેલવે વ્યવહારને અસર પહોંચશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ બ્લોકના કારણે 21 જૂનથી 8 જુલાઈ 2026 સુધી પ્રભાવિત થનારી ટ્રેનોની વિગત નીચે મુજબ છે:• ટ્રેન નંબર 22960 (જામનગર–વડોદરા ઈન્ટરસિટી): આ ટ્રેન બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (યાત્રા ટૂંકાવવામાં) કરવામાં આવશે અને બાજવા–વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.• ટ્રેન નંબર 22959 (વડોદરા–જામનગર ઈન્ટરસિટી): આ ટ્રેન વડોદરાને બદલે બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (શરૂ) કરવામાં આવશે અને વડોદરા–બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા ટ્રેનના સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.#RailwayUpdate #TrainStatus #Jamnagar #Vadodara #Bajwa #IntercityExpress #WesternRailway #MorbiUpdate