મોરબી : વડોદરા ડિવિઝનમાં આવેલ વાસદ અને રનોલી સ્ટેશન વચ્ચે સ્થિત બ્રિજ નંબર 624 પર મેન્ટેનન્સ કામગીરી માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે જેના લીધે રાજકોટ ડિવિઝનથી પસાર થનારી જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવેલ છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, 8 એપ્રિલ, 2023 ના રોજ, ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગર સ્ટેશનથી રવાના થઈ ને અમદાવાદ સ્ટેશન સુધી જશે. આમ આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. [caption id='attachment_200685' align='alignnone' width='300'] 1278345107[/caption]