મોરબી: પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ રેલ સેક્શન વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો (DFCCIL) વચ્ચે કનેક્ટિવિટી પૂરી પાડવા માટે કરવામાં આવી રહેલા કામને કારણે જામનગર-વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનો તાત્કાલિક અસરથી 27મી નવેમ્બર, 2022 સુધી રદ્દ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 23 થી 27 નવેમ્બર, 2022 સુધી રદ્દ રહેશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 22 થી 26 નવેમ્બર, 2022 સુધી રદ્દ રહેશે. ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરોએ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા રેલવે તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. [caption id='attachment_200685' align='alignnone' width='300'] 1278345107[/caption]