મોરબી : દક્ષિણ રેલવેના તિરુનેલવેલી સ્ટેશન ઉપર ભારે વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હોવાથી તા. 18 ડિસેમ્બર 2023ની તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ રદ કરવામાં આવી હતી. તદનુસાર, પેરીંગ રેકના અભાવને કારણે આવતીકાલે તા.22 ડિસેમ્બર, 2023 ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. રેલવે પ્રશાસન મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.