ડીઆઇએલઆર કચેરીના વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા લડતના મંડાણ મોરબી: ગુજરાતમા સરકારે ખેતીની જમીનની ફેર માપણી કરવા રીસવૅઁ પ઼ોજેકટ અમલમા મુકી ખાનગી ઍજન્સીઑને ખેતીની જમીન માપવા નિમી હતી.પરંતુ ખાનગી ઍજન્સીઍ માપણીમા ખેડુતોના કબજા ફેરવી નાંખવા,ક્ષેત્રફળમા વધ-ઘટ સહિતની અઢળક ભૂલો કરતા ગામડાના ખેડુતોને પરેશાન કરી ધંધે લગાડતા ભારે ઉહાપોહ મચતા સરકારે તઘલઘી પરીપત્રથી ઍજન્સી પાસે ભૂલો સુધરાવવાના બદલે લગત તંત્રના કમઁચારીઑ ઉપર ધોસ બોલાવી અંગે઼જોને શરમાવે ઍવી નિતી અખત્યાર કરી પ઼ોજેકટ પૂણઁ કરવા અશકય ટારગેટ આપી ઍજન્સીની ભૂલો છાવરવા રીસવૅઁની ન સુધરી શકે ઍવુ કામ કરવા વગઁ-૩ના કમઁચારીઑની જીલ્લા બહાર કામગીરી કરવા આડેધડ નિમણુંકો કરી ખાનગી ઍજન્સીને છાવરી ખેડુત અને કમઁચારીને લડાવી મારવાની નિતી સામે સમગ઼ ગુજરાતમા કમઁચારીઑઍ લડતનુ બુંગીયુ ફુંકયુ હતુ.જે અંતગઁત મોરબી જીલાના લેન્ડ રેકડઁઝ વગઁ-૩ યુનિયને પણ રાજય મહામંડળના આદેશને અનુસરી તા.૧૭ થી ૨૧ સુધી ફરજ દરમિયાન કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવી સરકારના દમનકારી પરિપત્રનો વિરોધ કયૉઁ છે. આ અંગે મોરબી જીલા કમઁચારી યુનિયનના પ્રમુખ હષઁદ ત્રિવેદીઍ માહિતી આપતા જણાવ્યુ હતુકે,તેમછતા સરકાર કમઁચારીઑને પરેશાન કરાશે તો આગામી તા.૨૪ થી ૨૯ દરમિયાન કમઁચારીઑ પ઼તિક ઉપવાસ કરશે અને તા.૩૧ ડિસેમ્બરે માસ સીઍલ ઉપર જશે ત્યારબાદ જુની માંગણી તેમજ પ઼શ્ર્નોનો ઉકેલ ન આવેતો ૧૬ જાન્યુઆરીથી અંત નો આવે ત્યાસુધી સમગ઼ રાજયના વગઁ-૩ કમઁચારીઑ મંડળના આદેશ મુજબ હડતાલ ઉપર જવાની જાહેરાત કરી છે. રાજયસરકારે લગભગ ઍક દસકા પહેલા તમામ ખેતીની જમીનની ફેર માપણી કરવા રીસવૅઁ પ઼ોજેકટ ચાલુ કયૉઁ હતો.રીસવૅઁ માટે રાજયમા જુદી-જુદી ખાનગી ઍજન્સીને જમીન માપણીનુ કામ આપી દેવાયુ હતુ.પરંતુ ખાનગી ઍજન્સીઍ ગામડામા અનેક ખોટી માપણી કરી ન સુધરે ઍવી ભૂલો કરતા ગામડાના ખેડુતો ધંધે લાગ્યા છે.પરીણામે ખેતી સાથે સંકડાયેલા તમામ વગઁમા ભારે નારાજગી સાથે ઉહાપોહ મચતા સરકારે રોષના ભોગથી બચવા રીસવૅઁ નો અંગે઼જ શાસનને પણ શરમાવે ઍવો પરીપત્ર ઈસ્યુ કરી તંત્રની માથે ઍજન્સીની અક્ષ્મ્ય ભૂલો ઉપર ઢાંકપિછોડો કરવા જવાબદારી થોપતા જવાબદાર તંત્રના વડા સેટલમેન્ટ કમિશ્નરે સરકારને સાચુ ચિત્ર બતાવવાની હિમત દાખવવાના બદલે ઍજન્સીને થાબડભાણા કરી ઍજન્સી પાસે ભૂલ સુધરાવાને બદલે કમઁચારીઑથી થઈ ન શકે ઍવુ કામ સતાના જોરે કરાવવા વટહુકમો કરતા સમગ઼ રાજયમા વગઁ-૩ કમઁચારીઑમા રોષ સાથે ઘેરા પડઘા પડયા છે. રાજયના વગઁ-૩ મહામંડળે કમઁચારીના હિતમા લડતનુ ઍલાન કરતા મોરબીજીલ્લા જમીન દફતર વગઁ-૩ યુનિયને લડતને ટેકો જાહેર કરી આંદોલનમા જોડાઈ સરકારના રીસવૅઁ પરીપત્રના વિરોધમા તા.૧૭ થી ૨૧ સુધી ફરજ દરમિયાન કાળીપટ્ટી ધારણ કરી ખાનગી ઍજન્સીની ભૂલનો ડામ કમઁચારીને દેવાની સરકારની નિતીનો વિરોધ કયૉઁ છે. તેમ છતા,સરકારપક્ષેથી કમઁચારીઑની વેદનાની નોંધ નહી લેવાયતો આગામી તા.૨૪થી ૨૯ દરમિયાન દરેક જીલા મથકે વગઁ-૩ કમઁચારીઑ પ઼તિક ઉપવાસ અને તા.૩૧ ડિસેમ્બરે માસ સીઍલ ઉપર અને ત્યારબાદ તા.૧૬ જાન્યુઆરીથી અંત ન આવે ત્યાસુધી હડતાલમા જોડાવાની જાહેરાત મોરબી જીલાના જમીન દફતર વગઁ-૩ યુનિયનના પ઼મુખ હષઁદ ત્રિવેદીઍ કરી હતી.રીસવૅં કામનો કોન્ટૃાકટ રાખનારી ખાનગી ઍજન્સીઍ જમીન માપણીમા ગામડે જઈ દરેક ખાતેદાર ખેડુતને આગોતરા જાણ કરી ખેતર માપવાના કામને બદલે સેટેલાઈટથી કચેરીમા બેસી કામ કરી કામચોરી કરતા મોટી સમસ્યા સજાઁય હતી.ખાનગી ઍજન્સી પાસેથી કામ લેવાને બદલે નીચલા વગઁના સરકારી કમઁચારીઑને સંડોવી દેવા વગઁ-૩ના ટેકનિકલ સ્ટાફને ફસાવી દેવા ષડયંત્ર રચી વિચિત્ર પરીપત્ર દ્વારા કમઁચારીની રજા મંજુર ન કરવા, જાહેર રજા તેમજ શની-રવિ પણ કચેરી ચાલુ રાખી ૧૫ કલાક થી વધુ કામ કરવાનો પરીપત્ર ઈસ્યુ કરી ગમે તેમ કરી ખાનગી ઍજન્સીને ખોટા કામના નાણા ચુકવી દેવાની પોતાની ભૂલ ઢાંકવા કમઁચારીને પરાણે જવાબદારી ઠોકી બેસાડી વિરોધ કરે તો કાયદાનો કોરડો વિંઝવાની દાદાગીરી આચરવાની નિતી સામે લડતના મંડાણ હોવાનુ જાણવા મળેલ છે.