વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિગત મુજબ મૃતક પપ્પુ નામનો પુરૂષ (ઉ.વ. આશરે 35)ની લાશ વાંકાનેરની સરકારી હોસ્પીટલ ખાતે લાવવામાં આવી હતી. ગઈકાલે તા. 6ના રોજ બપોરે 1 વાગ્યા પહેલા કોઇપણ વખતે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ IBIZA ટાઇલ્સ એલ.એલ.પી. સીરામીકની લેબર કોલોની ખાતે કોઇ કારણોસર મૃત્યુ પામેલ છે. મૃતક શરીરે પાતળા બાંધાનો છે તથા શરીરે ઘઉ વર્ણો છે. મૃતક શરીર ઉપરના ભાગે ઉઘાડો અને નીચેના ભાગે કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. તથા પેન્ટમાં કાળા કલરનો બેલ્ટ પહેરેલ છે. તથા લાશના જમણા હાથની કલાઇ ઉપર હીન્દીમાં દુર્ગેશ અને અંગ્રેજીમાં S ત્રોફાવેલ છે. મૃતકના નામ-સરનામા કે સગા-સબંધી અંગે કોઇ માહીતી મળેલ નથી. જેથી, મૃતકની લાશ હાલે વાંકાનેર સરકારી દવાખાનાના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે. આથી, વાંકાનેર તાલુકા પોલિસ દ્વારા કોઈને પણ મૃતક વિષે માહિતી હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર 02828-220665 અથવા મો.નં. 97277 75756 પર સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.