લીલાપરની પેપરમીલોનો પ્લાસ્ટિકનો હાનિકારક કચરો સળગાવતા ગ્રામજનોને ગળામાં બળતરા-શરદી,ઉધરસની કાયમી સમસ્યા મોરબી : મોરબીના જુના જાંબુડિયા અને રફાળેશ્વર નજીક આવેલી પેપરમીલમાં દરરોજ રાત પડેને ઝેર ઓકવાનો સિલસિલો ચાલુ થતો હોય આસપાસના રહીશોને અહીં જીવવું મુશ્કેલ થઇ પડ્યું છે. દેશ-વિદેશમાંથી આવતા ઝેરી રસાયણ યુક્ત કચરાને રાત્રીના સળગાવવામાં આવતો હોવાથી લોકોને ગાળામાં બળતરા થવી અને શરદી-ઉધરસનો કાયમી પ્રશ્ન રહે છે. મોરબીના રફાળેશ્વરના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને જાંબુડિયા ગામના સરપંચ તલાટીને લેખીત રજૂઆત કરતા જણાવ્યું છે કે, જુના જાંબુડિયા નજીક આવેલી પેપરમીલમાં દરરોજ રાત્રીના સમયે લીલાપર ગામે આવેલી પેપરમીલમાંથી મહાકાય ડમ્પરો ભરી-ભરીને માથાભારે ઈસમો ખુલ્લેઆમ જનઆરોગ્ય માટે ખતરો સર્જાઈ તેવું કૃત્ય આચરી પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય ઝેરી ચીજવસ્તુઓ સળગાવે છે પરિણામે ગ્રામજનોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બને છે. વધુમાં રજુઆતમાં જણાવ્યું છે કે બન્ને પેપરમિલો દ્વારા લાંબા સમયથી પર્યાવરણની ખો કાઢવામાં આવી રહી છે અને પર્યાવરણ માટે હાનિકારક ઝેરી પદાર્થો સળગાવવાને કારણે ગ્રામજનોને ગળામાં બળતરા થવી અને શરદી-ઉધરસની કાયમી બીમારી રહેતી હોય વહેલામાં વહેલી ટકે આ ગેરકાનૂની પ્રવૃત્તિ બંધ કરાવી લીલાપર અને જુના જાંબુડિયા ગામની પેપરમિલો સામે કડક પગલાં ભરવા માંગ ઉઠાવવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..