મકરસંક્રાંતિએ ઊંધિયું, અડદિયાના વિતરણમાં થયેલો નફો ગૌસેવામાં દાન કરાયો મોરબી : મોરબી જલારામ યુવા સંગઠન દ્વારા મકરસંક્રાંતિએ રાહતદરે કરેલ અડદિયા અને ઊંધીયા વિત્રણમાં થયેલ ૩,૬૯,૭૭૫ ના માતબર નફાનું યદુનંદન ગૌશાળાને દાન આપી પ્રશંસનિય કામગીરી કરી હતી. મોરબીમાં અનેકવિધ સેવા પ્રવૃત્તિ કરતા જલારામ યુવા સંગઠન દ્વારા ગૌસેવાના લાભાર્થે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શુદ્ધ ઘીના ૫૯૫૦ કિલો અડદિયા અને ૨૧૦૦ કિલો ઊંધિયું તેમજ અન્ય મીઠાઈનું તદ્દન રાહતદરે વિતરણ કર્યું હતું આમ છતાં રૂ. ૩,૬૯,૭૭૫ જેટલો નફો મળતા આ રકમ મોરબી યદુનંદન ગૌશાળામાં ગાયોને લીલો સૂકો ઘાસચારો પૂરો પાડવા દાન રૂપે આપી હતી. જલારામ સેવા મંડળ દ્વારા કરવામાં આવેલ આ સેવા કાર્યમાં પ્રમુખ સંજયભાઈ કોટક,ઉપપ્રમુખ રવિભાઈ કોટેચા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.