સ્વ. ચુનીલાલ ઠાકરશીભાઈ પોપટ તથા સ્વ. ભૂમિબેન રાજેશભાઈ પોપટ પરિવારના સહયોગથી યોજાશે કેમ્પમોરબી : મોરબીના જલારામ મંદિર ખાતે આગામી 4 માર્ચના રોજ સ્વ.ચુનીલાલ ઠાકરશીભાઈ પોપટ તથા સ્વ.ભૂમિબેન રાજેશભાઈ પોપટ પરિવારના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જાણીતી આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત આગામી 4 માર્ચ ને સોમવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન સ્વ.ચુનીલાલ ઠાકરશીભાઈ પોપટ તથા સ્વ.ભૂમિબેન રાજેશભાઈ પોપટ પરિવારના સહયોગથી વિનામૂલ્યે કેમ્પ યોજાશે.આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ- ૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા- ૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થા દ્વારા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ગત 29 માસ દરમિયાન યોજાયેલા કેમ્પમાં કુલ 9301 લોકોએ લાભ લીધો હતો તેમજ 4109 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.