મોરબી : મોરબી જલારામ મંદિર દ્વારા બે દિવસથી ભારે વરસાદ પડતા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ લોકોને ભોજન પીરસવમાં આવ્યું હતું. કુદરતી આફત સમયે પોતાની નૈતિક તેમજ સામાજિક ફરજ બજાવતા મીરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશની જેમ ૨ દિવસથી ભારે વરસાદ પડતાં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકો ભૂખ્યા ન રહે તેથી આવ તમામ વિસ્તારની મુલાકાત લઈ ત્યાંના લોકોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીની આગેવાનીમાં નરેન્દ્રભાઈ રાચ્છ,હરિલાલ દસાડીયા,નવલભાઈ માણેક સહિતના સેવાભાવી લોકો આ સેવા કાર્યમાં જોડાયા હોવાનું જલારામ સેવા મંડળના નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવાયું છે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='9734,9733,9737,9735,9736']