મોરબી : મોરબીમાં તા 14 ના રોજ સંત શિરોમણી જલારામબાપાની 219 જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરાયુછે અને જલારામ જ્યંતીએ 8 ફૂટ નો રોટલો બનાવી વર્લ્ડ રેકોર્ડમાં નવો કીર્તિમાંન સ્થાપીત કરાશે મોરબીના રઘુવંશી સમાજના અગ્રણી ઘનશ્યામભાઈ પુજારાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે,તેમના તથા સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા જલારામ જ્યંતીએ 8 ફૂટનો વિશાળ કદનો રોટલો બનાવી તેમાં કાજુ બદામ અને ક્રિસમસથી ડેકોરેટ કરી વર્લ્ડ રેકોર્ડ માં નવો કીર્તિમાંન સ્થાપીત કરાશે અને આ માટે ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડની ટિમ આ 8 ફૂટના રોટલાની મુલાકાત લઈ યોગ્ય નિર્ણય લેશે જ્યારે જલારામ જયતીએ જલારામબાપાની ભવ્ય શોભાયાત્રા નીકળશે તે દરમિયાન આ રોટલાનો પ્રસાદ લોકોને વહેંચાશે આ ઉપરાત વૃદ્ધાશ્રમના વડીલો ને ભાવપૂર્વક ભોજન કરાવશે.