અગાઉના ઝઘડામાં દંપતીને મારમારી ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે આગાઉ ઝઘડાના કારણે ગામ છોડીને ચાલ્યું ગયેલ દંપતિ ફરી પાછું માટેલ રહેવા આવતા રૂપલબેનને આરોપી જાલાભાઈ અને રાઘવભાઈએ જાનથી પતાવી દેવાની ધમકી આપી માર મારતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. માટેલ ગામે શીતળાધાર ખાતે રહેતા રૂપલબેન ભાવેશભાઇ મુંધવા, ઉવ.૩૨ને અગાઉ જાલાભાઇ રામાભાઇ ડાભી તથા રાઘવભાઇ ડાભી, રહે.બંને વીરપર તા.વાંકાનેર વાળા સાથે ઝઘડો થતા પરિવાર સાથે અન્યત્ર રહેવા જતા રહ્યા હતા. દરમિયાન રૂપલબેન પોતાના પતિ અને બાળકો સાથે ફરી માટેલ ગામે રહેવા આવી જતા આરોપી જાલાભાઇ રામાભાઇ ડાભી તથા રાઘવભાઇ ડાભીને સારું નહિ લાગતા દંપતીને ભૂંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસે રૂપલબેનની ફરિયાદના આધારે આઇ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..