મોરબી : મોરબીના જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા સરકારી કર્મીઓને નિષ્ઠાવાન સેવા બદલ પુસ્તકો તેમજ મીઠાઈની ભેટ આપીને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી. હેમરત્ન સંયમ સુવર્ણ વર્ષ અનુસંધાને જૈન એલર્ટ ગ્રુપ દ્વારા ફાયર બ્રિગેડ ડ્રાઇવર, રેલવે ડ્રાઇવર, સ્ટેશન માસ્ટર વગેરેને નિષ્ઠાવાન સેવા બદલ હેતુ સર્ટિફિકેટ અને પદ્મ ભુષણ પ.પૂ. રત્નસુંદરજી મહારાજ સાહેબના દુર્લભ પુસ્તકો તથા મીઠાઈ ભેટ સ્વરૂપે આપીને વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en