મોરબી : વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઉદયપુર, રાજસ્થાનના ચોરાઈફળી ગામના ગોવિંદ પુનાજી મીણા વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એટલે કે પાસા વોરંટ ઇશ્યુ કરાતા મોરબી એલસીબી દ્વારા આરોપીને હસ્તગત કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી અપાયો હતો.