માળિયા : માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામમાં જયદીપ કંપની દ્વારા નાનો કોળીવાસ, મોટો કોળીવાસ, મુસ્લિમવાસ, ઉપરકોટ, વણકરવાસ, ભરવાડવાસ, શોનીસેરી, જેવા અલગ અલગ સાત વિસ્તારોમાં સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા કોવીડ સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું હોવાનું ગામના સરપંચ અશ્વિનસીહ મેઘુભા પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ તકે ગામના અગ્રણીઓ રમેશભાઈ બોરીચા, કિરીટસિંહ, પીન્ટુ ભાઇ પરમાર, ઘનુભા, હાજી ઇલ્યાસ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.