રામ તારી માયા તરીકે જાણીતા જયદીપ એન્ડ કંપની પરીવારનું અનેરું પગલુંમોરબી : મોરબી પંથકમાં ચાર ચાર પેઢીઓથી 'રામ તારી માયા' થી જાણીતા જયદીપ એન્ડ કંપની વાળા જાડેજા પરિવાર દ્વારા અયોધ્યામાં પ્રભુ શ્રી રામ જન્મસ્થળે રામમંદિર નિર્માણ પ્રસંગે જિલ્લાના 150 મંદિરોમાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી ખરાઅર્થમાં રામનામનો મહિમા ઉજાગર કર્યો છે.આજે જયારે 500 વર્ષના સંઘર્ષ બાદ આગામી તા 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામનો અયોધ્યાની જન્મસ્થલી પર બનાવવામાં આવેલ ભવ્ય દિવ્ય અને અલૌકિક મંદિરમાં પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવા જઇ રહ્યો છે. અને દેશભરમાં અને વિદેશમાં વસતા કરોડો કરોડો હિન્દુઓમાં અનેરી આતુરતા પૂર્વક તે દિવસ તે પળની રાહ જોવાઈ રહી છે. સમગ્ર દેશમાં રામનામનો નાદ ગુંજી રહ્યો છે. દેશભરના સાધુ સંતો મહંતો એક અદ્વૈત આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. તો પ્રત્યેક સનાતની દેશવાસી પોતાના ઘેર તોરણો બાંધી, રંગોળી સજાવી રામલલ્લાની આરતી ઉતારવા થનગની રહ્યા છે. અને સમગ્ર ભારતવર્ષ રામમઈ બન્યુ છે ત્યારે મોરબી માળીયા પંથકમા ' રામ તારી માયા' થી જાણીતા જાડેજા પરિવારમાં પણ આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. આ રૂડા અવસરે મોરબીની જયદીપ એન્ડ કંપની દ્વારા અયોધ્યા રામમંદિરની પ્રતિકૃતિ મોરબી, માળીયાના 150થી વધારે મંદિરોમાં અર્પણ કરવામાં આવી છે.મોરબીના જાડેજા પરિવારનાં મનુભા જાડેજાનું સમગ્ર જીવન રામના નામે અને મોરબી માળિયા પંથકમા તેઓ 'રામ તારી માયા' થી જ ઓળખાય છે !! તેમની બીજી પેઢી એટલે સુપુત્ર ઉદયસિંહ જાડેજા (મોટાભાઈ), તેમની ત્રીજી પેઢી એટલે પુત્રો જયુભા, દિલુભા, અશ્વિનસિંહ, અનિરુદ્ધસિંહ અને ચોથી પેઢીમાં તેમના સંતાનો પણ પ્રભુ શ્રી રામ પર આજની તારીખે પણ અતુટ શ્રધ્ધા, અતુટ વિશ્વાસ શ્રદ્ધા ધરાવે છે અને છતાં કોઇ દંભ, દેખાડા નહી. બસ રામનું નામ, રામના નામે સેવાના કામઆજે આ ઉદયસિંહભાઈ જાડેજાનો પરિવાર એટલે મોરબી, માળીયા પંથકમા એક અગ્રણી ઉદ્યોગકારનો પરિવાર અને જયદીપ એન્ડ કંપની ( મોરબી, વવાણીયા )તેમના પુત્ર અને મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા તેમજ બંધુ દિલુભા દ્વારા પ્રભુ શ્રી રામનો ઉજવાનાર ઐતિહાસિક પ્રસંગોની યાદ કાયમ તાજી રહે તેવા ઉમદા આશયથી મોરબી, માળીયા પંથકના તમામ લગભગ 150 થી વધારે મંદિરોમાં ભગવાન શ્રી રામના મંદિરની સુંદર, મનમોહક, આબેહુબ પ્રતિકૃતી અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે ચાર ચાર પેઢીએ પણ સંચવાયેલી આ ધર્મભાવના પ્રશંસા ને પાત્ર બની છે. અને સમગ્ર જાડેજા પરિવાર પણ પ્રભુ શ્રી રામના આ અવિસ્મરણીય પ્રસંગને વધાવવા થનગની રહ્યો છે.